જય નારાયણ
એવું શું હતું નારાયણબાપુની ગાયકીમાં
જે શ્રોતાઓને સંમોહિત કરતુ નારાયણની સંતવાણીના સમાચાર મળતા જ લોકો જે વાહન હાથ
લાગે તે મેળવી સંતવાણી સ્થળ પર દોડી જતાં. નારાયણ આખી રાત ગાય સુર્યનારાયણ ઉગી જાય
પણ શ્રોતાઓ ઉઠવાની વાત જ ન કરે બે શબ્દોમાં જવાબ : મધુર કંઠ મારા નમ્ર મત મુજબ
સ્વર માધુર્ય એ સંગીત નું શ્રેષ્ઠ અંગ છે. કુદરતે નારાયણને આ બક્ષીસ આપવામાં કોઈ
કચાસ રાખી ન હતી. હાર્મોનિયમ ઉપર તેમની માસ્ટરીનો જવાબ નહોતો. જગતના શ્રેષ્ઠ
ગાયકોમાં નારાયણને મૂકી શકાય એવો મારો નમ્ર મત છે.
ચારણ સંત શિરોમણી પરમ પૂજ્ય નારાયણ
સ્વામી આજે આપની વચ્ચે હયાત નથી પરંતુ તેઓશ્રીના કામણગારા કંઠે ગવાએલ સંતવાણી અને
ભજનો તેઓના ચાહક વર્ગમાં પૂજ્ય બાપુની કાયમી યાદ અપાવતા રહેશે. પુજય બાપુને
ભક્તિરસ વારસામાં મળેલ હતો એક તો પોતે દેવી પુત્ર ચારન કે જેના લોહીમાં જ કવિતા
અને ભાવુકતા નાં વહેણ ઘુઘવાટા કરતા વહેતા હોય અને તેમાંય સાંભળનાર સહુ મંત્રમુગ્ધ
થઈ જતા, પૂજ્ય નારાયણ સ્વામી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત સારા ભારતભરમાં અને વિદેશોમાં પણ ખુબ જ
લોકપ્રિય હતાં. તેઓશ્રી ભજનોની દુનિયાના બેતાજ બાદશાહ અને સૂરોના સમ્રાટ હતાં
તેઓશ્રીના દુખદ અવસાનથી શાસ્ત્રીય સંગીતનો સુર્ય અસ્ત થઇ ગયેલ છે અને સંતવાણી ની
દુનિયામાં તથા ચારણ સમાજમાં ણ પુરાય તેવી ખોટ પડેલ છે. પ્રભુ સદગતના આત્મા ને ચિર
શાંતિ અર્પે તે સાથે શ્રી સમસ્ત ગઢવી(ચારણ) સેવા સમાજ ઉપરાંત સંતવાણીનો ચાહક વર્ગ
ઘેરા શોકની લાગણી સાથે ભાવભીની શ્રાધ્ધાજ્લી અર્પીત કરે છે.
પૂ. નારાયણ સ્વામી તેમના સમયમાં
સૌરાષ્ટ્રમાં શ્રી નરશી મહેતાના પર્યાય સમા હતાં. તેમણે બીલાખા, માંડવી, બિદડા અને જુનાગઢ વિસ્તારમાં આશ્રમ
સ્થાપી તેમની સેવાની ભાવનાની સુવાસ પ્રસરાવી.
No comments:
Post a Comment