Monday 29 July 2013


ભજનના ભામાશા, સૂરના શહેંનશાહ
   પરમ પૂજય સદગુરુ સંત શ્રી નારાયણ સ્વામી


પ. પુ. બાપુ, નુ આ ભજન મને ખુબજ ખુબજ ગમે છે,

મારો મટી ગયો છુ,   તમને મળ્યા પછી
બદલાઇ બહુ ગયો છુ,
મારુ હતુ શુ નામ ?, કોઇ તો મને કહો
એ પણ ભુલી ગયો છુ, તમને મળ્યા પછી
બદલાઇ બહુ ગયો છુ,
શાણા થવાનો સ્વાદ, કદાપી મળ્યો નહી
પાગલ બની ગયો છ્, તમને મળ્યા પછી
                        બદલાઇ બહુ ગયો છુ,
પથ્થર હતો તેથી જ તો, નિંદા થતી હતી
ઇશવર બની ગયો છુ, તમને મળ્યા પછી
                        બદલાઇ બહુ ગયો છુ,

Saturday 20 July 2013









ચપલેશ્વર મહાદેવ આશ્રમ,
ગુરુશ્રી નારાયણ સ્વામી, 
 માંડવી




Thursday 18 July 2013


                                                પરમ પૂજય સદગુરુ શ્રી નારાયણ સ્વામી
                                           ચપલેશ્વર મહાદેવ,  માંડવી આશ્રમ, કરછ  
                               પ્રાગટય: ૨૯/૦૬/૧૯૩૮         બ્રમ્હ્લીન: ૧૬/૦૯/૨૦૦૦






ગુરુપૂર્ણિમા


ભારતીય સંસ્કૃતિ અને આઘ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્ત્વ, ગુરુદેવનું મહત્વ-મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃિષ્ટ છે. આથી જ ‘ગુરુપૂર્ણિમા’નું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છ


।। ઈશકૃપા બિન ગુરુ નહીં, ગુરુ બિના નહીં જ્ઞાન,
જ્ઞાાન બિના આત્મા નહીં, ગાવહી વેદ પુરાણ. ।।
।। દુઃખ હરે, સુખકો દિયે, મનકા કરદે અંત
કહે કબીર કબ મિલતે હૈ, એસા પરમ સ્નેહી સંત ।।
।। દયા, ગરીબી, બંદગી, સમતા શીત નિધાન,
એ તે લક્ષણ સદ્ગુરુ કે, કહત કબીર તું જાન. ।।
।। તીરથ નહાયે એક ફૂલ, સંત મિલે ફલ ચાર,
સદ્ગુરુ મિલે અનંત ફલ, કહે કબીર વિચાર. ।।
।। ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ્
મંત્ર, મૂલમ્ ગુરુ વાક્યં, મોક્ષ મૂલમ્ ગુરુ કૃપા ।।
જે પરમાત્માને પ્રેમ કરે તે સાધુ,
પણ પરમાત્મા જેને પ્રેમ કરે તે સદ્ગુરુ.

પરમ પૂજ શ્રી નારાયણ સ્વામી ( શ્રી બાપુના સ્વમુખે ગુરુપુર્ણિમાના દિવસે માંડવી આશ્રમ પર ભજનમા ગવાયેલ સાખી અન્હી મુકી છે, આશા રાખુ છુ બધાને જરુર   ગમશે.
ગુરૂ શ્રી  નારાયણ  સ્વામી 

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ. આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આર્શીવાદ મેળવતો હોય છે.
ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે ગુરુએ દિવ્ય જયોતી છે. જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે.
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ગુરૂ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય
જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે.
“ગુરુ”એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવનનૈયાને તારનાર.
બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણીમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી.
ભગવાન રામ હોય કે કૃષ્ણ તેઓને પણ જીવન નો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા.
ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર ૫થદર્શક

Sunday 14 July 2013


સદગુરુ શ્રી નારાયણ સ્વામી.

Friday 12 July 2013



પ.પૂંજય સંત શ્રી સદગુરૂ  નારાયણ સ્વામી