Friday 30 August 2013


 
મારી પ્રથમ મુલાકાત: કેદારસિંહજી જાડેજા ( ગાંધીધામ)
ભકત કવિ અને પૂ. બાપુશ્રીના અનહદ ચાહક શ્રીકેદાર્સિંહજી જાડેજા ( ગાંધીધામ) ને પ.પુ. બ્રહ્મલીન નારાયણ નંદ સરસ્વતીએ આશિર્વાદ રૂપે તેમનાજ સ્વ-હસ્તાક્ષરે ગૂરૂ સાખી લખી આપેલ છે, જેઓ શ્રી ભાવ પુર્વક સંભાળિ ને રાખેલ છે.

Tuesday 20 August 2013

વિશ્વ વંદનીય
સંત શિરોમણી સદ્‌ગુરુ  
શ્રી નારાયણ સ્વામીજી   

Saturday 17 August 2013

શ્રી પ.પૂ. બાપુશ્રીના શિષ્ય શ્રી અશોકભાઇ હરસોરા, મુંબઇ. તેઓ શ્રી પણ શ્રી પ.પૂ. બાપુશ્રીની ખૂબ નિકટ હતા. તેઓશ્રી નો  હું ખાસ આભારી છુ, કારણ કે મારી પહેલી મુલાકત. શ્રી નારાયણ આશ્રમ, માંડવી ( ૨૦૧૧) તેઓ સાથે થયેલ અને  વિસ્તારપુર્વક  શ્રી પ.પૂ. બાપુશ્રીના જીવન પ્રસંગો, અનુભવો, બાપુ સાથેની મૂલાકાત વર્ણન્, ભજનો, રાગ, વિવિધ સ્થળે થયેલ સંતવાણીના અંશોની છણાવટ ખૂબ-ખૂબ કરેલ છે અને હમેંશા ફોન ઉપર પણ અવારનવાર  શ્રી પ.પૂ. બાપુશ્રીના ભુતકાળના પ્રસ્ંગોની ખૂબ ખૂબ વાતો થાય છે. ખૂબ જ સીધા, સાદા અને સરળ સ્વભાવ ધરવતા શ્રી અશોકભાઇ હરસોરા ને હુ હદયપૂર્વક નમન કરુ છુ. ડો.ખેની

વિશ્વ વંદનીય

સંત શિરોમણી સદ્‌ગુરુ  

શ્રી નારાયણ સ્વામીજી   


    પ્રાગટય દિવસ: ૨૯/૦૬/૧૯૩૮                   બ્રહમલીન: ૧૬/૦૯/૨૦૦૦

વિશ્વ વંદનીય
સંત શિરોમણી સદ્‌ગુરુ  
શ્રી નારાયણ સ્વામીજી   
          પ્રાગટય દિવસ: ૨૯/૦૬/૧૯૩૮                 બ્રહમલીન: ૧૬/૦૯/૨૦૦૦

Thursday 15 August 2013

વિશ્વ વંદનીય
સંત શિરોમણી સદ્‌ગુરુ  
શ્રી નારાયણ સ્વામીજી   



Monday 12 August 2013

ગુરૂ શ્રી  નારાયણ  સ્વામી 

જય નારાયણ
પ.પુ. સંતશ્રી નારાયણનંદ સરસ્વતીજી

જય નારાયણ
પ.પુ. સંતશ્રી નારાયણનંદ સરસ્વતીજી

જય નારાયણ
પ.પુ. સંતશ્રી નારાયણનંદ સરસ્વતીજીનું જીવન દર્શન


જન્મ તારીખ: અષાઢ સુદ બીજ , જૂન, ૧૯૩૮, સં. ૧૯૯૪

બાળપણનુ નામ: શકિતીદાન મહિદાનજી લાંગાવદરા

પિતાજીનુ નામ: શ્રી મહિદાનજી લાંગાવદરા

માતાજીનુ નામ: શ્રી જીવુબાબેન લાંગાવદરા

અભ્યાસ: ૨ ઘોરણ સુધી

ગુરુજી નુ નામ: પ;પૂ; શ્રી.સરધારના મહાન સંત શ્રી હરીહરાનંદજી બાપુ

Monday 5 August 2013

વિશ્વ વંદનીય પ.પૂ. સંતશ્રી નારાયણ સ્વામી


એજી  કુડુ રે કમણો રે મારા કંથજી, સીતાને શીદ હરી લાવ્યો
રાડ રે વધારે શ્રી રામથી, લંકા ખોઇ ઘરે આવ્યો.. કુડુ રે કમણો રે મારા કંથજી
બાણ રે કડ હડએ શ્રી રામના, ધ્રુજે બોતેર કોઠા
એના રે સામા ન થાયએ, એ છે આપણાથી મોટા .. કુડુ રે કમણો રે મારા કંથજી
સપનુ લાગ્યુ મુજને સેજમા અને હુ તો  રંડાની
સેન ઉતારૂ રાજા રામનુ,  પથ્થરે પાળ બંધાણી.. કુડુ રે કમણો રે મારા કંથજી
રાજા રે જનકજીને માંડવે મોટા મહિપતિઓ મળ્યા
ધનુષય ભાંગ્યુ સભા દેખતા, બહુનામી સે બળિયા.. કુડુ રે કમણો રે મારા કંથજી
અજી વાલા નર રે જોયા નવ ખંડમાં, ન આવે કોઇ રામજીની તોલે
એકજ બાણે વાલીને માર્યો, ન આવે એને કોઇ તોલે રે .. કુડુ રે કમણો રે મારા કંથજી
એજી કહે રે રાવણ સુનો મંદોદરી રાજ માને મારીને લેશે
બોલા રે સુરનર સ્વામી સાથે વૈકુઠ દેશે.. કુડુ રે કમણો રે મારા કંથજી
એજી  કુડુ રે કમણો રે મારા કંથજી, સીતાને શીદ હરી લાવ્યો
રાડ રે વધારે શ્રી રામથી, લંકા ખોઇ ઘરે આવ્યો.. કુડુ રે કમણો રે મારા કંથજી


ચેતન તે શીદને જડની સોબત કીધી,
લાકડા અને પાંણા ભેળા કરીને, મોટી મહેલાતુ કીધી
અઢળક અન્નના ભર્યા ભડાંર તોય,  ભૂખ્યાને ચપટી ન દીધી..
દોલત સંતવા બન્યો દિવાનો, દાનમાં દમડી ન દીધી
કોઇ દી ધરી નહિં દિલમાં દિલો  માટે દાજ, મરી કરૂણા કીધી, ધરી નહિ  દિનો માટે દાજ
અંતકાળે જીવ અકળાયો અને બાંગો બચાવવાની કીધી
હાથે કરી માંગીને મિથ્યા, ઉપાધી વ્હોરી લીધી
કાળની જાળમા ભાઇ ગયો જડપાઇ, તને કોઇ ઓથ ના દીધી
દેહને છોડી આ ચેતન ચાલ્યો, સાથે લઇ શકિતી અને સિધ્ધી.. જડની
ઘર બહાર કાઢવા, ઘરના બધાએ ઠાંઠડી બાંધી  લીધી
લાકડાના ઢગમાં દીધો ભંડારી, પછે આગને ચાંપી દીધી
ચેતન તે શીદને જડની સોબત કીધી,



અબ સોંપ દીયા....
અબ સોંપ દીયા ઇસ જીવનકા સબ ભાર તુમ્હારે હાથોમેં
હૈ જીત તુમ્હારે હાથોમેં, ઔર હાર તુમ્હારે હાથોં મેં... અબ સોંપ દીયા ઇસ જીવનકા
મેરા નિક્ષ્ય બસ એક યહી, એક બાર તમ્હેં પા જાઉ મેં
અર્પણ કર દુ દુનીયા ભર કા, સબ પ્યાર તુમ્હારે હાથો મેં.. અબ સોંપ દીયા ઇસ જીવનકા
જો જગે મેં રહુ તો ઐસે રહું, જયોં જલ મેં કમલ કા ફૂલ રહે;
મેરે અવગૂણ દોષ, સમપિત હોં  કરતાર તુમ્હારે હાથો મેં.. અબ સોંપ દીયા ઇસ જીવનકા
યદિ માનુષ કા મુજે જન્મ મિલે, તો તવ ચરણો ક પુજારી બનુ
ઇસ પૂજક કી ઇક ઇક રગ કા, હો તાર તુમ્હારે હાથોમેં..   અબ સોંપ દીયા ઇસ જીવનકા
જબ જબ સંસાર કા કૈદી બનૂ, નિષ્કામ ભાવ સે કર્મ કરુ
ફિર અંત સમય મેં પ્રાણ તજુ, સાકાર તુમ્હારે હાથોમેં.. અબ સોંપ દીયા ઇસ જીવનકા
મુજ મેં તૂજ મેં બસ ભેદ યહિં, મૈં નર હું, તુ નારાયણ હો,
મૈં હુ સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો મેં... અબ સોંપ દીયા ઇસ જીવનકા


પ.પુ. બાપુના
મૂક સેવક એટલે શ્રી લક્ષ્મીદાસ
જેવી રીતે શ્રી હનુમાને, શ્રી રામની સેવા કરી તેવી જ રીતે
પ.પૂ. બાપુની આજીવન સેવા અને રાત કે દિવસ જોયા વગર ઉભા પગે સેવા કરનાર શ્રી લક્ષ્મીદાસને હુ પ્રણામ કરુ છુ. તેઓ ૨૪ કલાક બાપુની સેવામા જ. જયા- જયા સંતવાણી પ્રોગ્રામ્, તેઓ હમેંશા  બાપુ સાથેજ, જયારે સંતવાણી શરુ હોય અને સ્ટેજ બેઠા હોય ત્યારે, (ચા, પાણી, દવા, નેપકીન) ક્યારે કઇ વસ્તુની જરુર છે તે, તેમના આંખના ઇશારે સમજી જતા. શ્રી લક્ષ્મીદાસ અટ્લે ભગવાન ના માણસ, તેમનુ જીવન સાદુ અને ભકિતીમય.
પ.પૂ. બાપુએ ગુરુપુર્ણામા ( ૧૯૮૬) તેઓ બોલ્યા છે કે,
સ્વામી છે સેવક બડો, જો નિજ ધર્મ સમાન
રામ પાજ બાંધ ઉતરે, કૂદ ગયો હનુમાન, 
હુ તો તેમને પ.પૂ. શ્રી બાપુના હનુમાન જ કહીશ, તેઓ  એક પગે અંતીમ ક્ષણ સુધી, સેવા ચાકરી કરી.
ખરેખર તેઓ તેમના હનુમાન હતા.તેઓ સેવામા એટ્લા તલ્લીન રહેતા કે ઘણીવાર રાત –દિવસ કે તારીખ કઇ તે પણ યાદ ન રહેતુ.
આજે પણ જયારે જયારે તેમની સાથે મુલાકાત થાય અને જુના પ્રસંગો વિશે વાતો થાય ત્યારે, વધારે વધારે જાણવાની ઉત્સુકતા વધી જાય અને ઇચ્છા થય કે કલાકો સુધી. પ.પૂ. બાપુના પ્રસંગો સાંભળ્યા જ કરીએ, કારણ કે તેઓ બાપુની વધુ નીકટ હતા.    
તેઓ રોજ બાપુને  ચણાના લોટ વડે નવડાવવાનુ, વાળ ઘોવાનુ, ગરમ પાણી, રૂમ ગરમ રાખવા ગરમ દેવતા, વારંવાર ચા બનાવવી, અન્ય કામ કાજ તેઓ જ કરતા.
આજે પણ બાપુએ આપેલ  ભેટ, તેમના કપડા, બીડી વગેરે  તેમણે કાળજીપૂર્વક સાચવી રાખી  છે.
શ્રી પ.પૂ. બાપુશ્રી ના પૂ. સેવકને હદયપૂર્વક નમન કરુ છુ.      


પ.પુ. બાપુના
મૂક સેવક એટલે શ્રી લક્ષ્મીદાસ
જેવી રીતે શ્રી હનુમાને, શ્રી રામની સેવા કરી તેવી જ રીતે



સ્વામી છે સેવક બડો, જો નિજ ધર્મ સમાન
રામ પાજ બાંધ ઉતરે, કૂદ ગયો હનુમાન, 

Thursday 1 August 2013


ચકવી, રેન પડે જબ રોવે
રેન પર્ંતી દેખતે બીવી ચકવી રોઇ
ચાલો ચકવા વહા જઇએ, જયા રેન પરંતી હોય્
અપને પીયુજી સે પ્રીત લગાઇ, ચરણ કમલ ચિત પ્રોવે..
દો લખ જોજન ચન્દ્ર રહે દૂરી, પોયણ પ્રફુલીત હોય
ચકોર ચાહે ચાંદ કિરણ કો, જીવન નહિં જોવે.. ચકવી, રેન પડે જબ રોવે

કિટ સમુદ્ર રહત સ્વાંતીજલ, મોર બપૈયા મોવે.. ચકવી, રેન પડે જબ રોવે

લગન મોરાર ઐસી જો લાગે, જો હરિ સે પ્રીતમ બિછોવે.. ચકવી, રેન પડે જબ રોવે