પ.પુ.
બાપુના
મૂક
સેવક એટલે શ્રી લક્ષ્મીદાસ
જેવી
રીતે શ્રી હનુમાને, શ્રી રામની સેવા કરી તેવી જ રીતે
પ.પૂ. બાપુની આજીવન સેવા અને રાત કે દિવસ જોયા વગર ઉભા પગે સેવા કરનાર
શ્રી લક્ષ્મીદાસને હુ પ્રણામ કરુ છુ. તેઓ ૨૪ કલાક બાપુની સેવામા જ. જયા- જયા
સંતવાણી પ્રોગ્રામ્, તેઓ હમેંશા બાપુ
સાથેજ, જયારે સંતવાણી શરુ હોય અને સ્ટેજ બેઠા હોય
ત્યારે, (ચા, પાણી, દવા, નેપકીન) ક્યારે કઇ વસ્તુની જરુર છે તે, તેમના આંખના ઇશારે
સમજી જતા. શ્રી લક્ષ્મીદાસ અટ્લે ભગવાન ના માણસ, તેમનુ જીવન સાદુ અને ભકિતીમય.
પ.પૂ. બાપુએ ગુરુપુર્ણામા ( ૧૯૮૬) તેઓ બોલ્યા છે કે,
સ્વામી
છે સેવક બડો, જો નિજ ધર્મ સમાન
રામ
પાજ બાંધ ઉતરે, કૂદ ગયો હનુમાન,
હુ તો તેમને પ.પૂ. શ્રી બાપુના હનુમાન જ કહીશ, તેઓ એક પગે અંતીમ ક્ષણ સુધી, સેવા ચાકરી કરી.
ખરેખર તેઓ તેમના હનુમાન હતા.તેઓ સેવામા એટ્લા તલ્લીન રહેતા કે ઘણીવાર
રાત –દિવસ કે તારીખ કઇ તે પણ યાદ ન રહેતુ.
આજે પણ જયારે જયારે તેમની સાથે મુલાકાત થાય અને જુના પ્રસંગો વિશે
વાતો થાય ત્યારે, વધારે વધારે જાણવાની ઉત્સુકતા વધી જાય અને ઇચ્છા થય કે કલાકો
સુધી. પ.પૂ. બાપુના પ્રસંગો સાંભળ્યા જ કરીએ, કારણ કે તેઓ બાપુની વધુ નીકટ હતા.
તેઓ રોજ બાપુને ચણાના લોટ વડે
નવડાવવાનુ, વાળ ઘોવાનુ, ગરમ પાણી, રૂમ ગરમ રાખવા ગરમ દેવતા, વારંવાર ચા બનાવવી,
અન્ય કામ કાજ તેઓ જ કરતા.
આજે પણ બાપુએ આપેલ ભેટ, તેમના
કપડા, બીડી વગેરે તેમણે કાળજીપૂર્વક સાચવી
રાખી છે.
શ્રી પ.પૂ. બાપુશ્રી ના પૂ. સેવકને હદયપૂર્વક નમન કરુ છુ.
No comments:
Post a Comment