અનહદ નાદ
નાદના બે પ્રકાર છે‚
એક આહત નાદ – આઘાત ધ્વનિ‚ જે કોઈપણ જાતના
આઘાતથી ઉત્પન્ન થાય‚ બે મંજીરા ટકરાય ને રણકાર ઊપજે‚ બે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાય‚ આપણા ઉચ્છવાસથી
ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય ને અવાજ- શબ્દ બહાર પડે… પણ બીજો એક નાદ‚ જેને માત્ર
સાધનાની અમુક કક્ષાએ પહોંચેલા સાધકો જ સાંભળી શકે છે‚ જેને કોઈ હદમાં
બાંધી શકાય તેમ નથી‚ જેને કોઈ જ પ્રકારનાં આરંભ‚ મધ્ય‚ અંત‚ સીમા કે બંધન નથી અને તે અનાહત નાદ-
અનહદ નાદને વર્ણવતાં અનેક ભજનો આપણા સંત-ભક્તકવિઓએ રચ્યાં છે.
No comments:
Post a Comment