પરમ પૂજય ભજન સમ્રાટ સંત શિરોમણી,
વિશ્વવંદનીય શ્રી નારાયણ સ્વામીજી બાપુનાં બોધદાયક ભજનોની અનુભવ વાણીનાં શ્રવણ
લાભનું સદભાગ્ય જેમેનેં સાંપડ્યું છે એ અતિ વિશાળ આમ જનતાંનાં કાનોમાં હજી પણ મીઠો
મધુરો અવાજ રણકી રહ્યો છે. એમની વેધક અને મંત્ર મુગ્ધ કરનારી વાણીમાં એવી મીઠાશ
હતી કે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ બની જતો.તેઓશ્રીનાં ભજનોના સંતવાણીના પ્રોગ્રામ
જ્યાં જ્યાં થતો ત વિસ્તારનાં માઇલો સુધીમાં ભાવિભકતો અને પ્રેમીઓ પદપાળા ત્થા
વાહ્નો દ્રારા પ્રવાસ કરી તેમની હદયવેધક સંતવાણીનો લાભ લેવાનું ચૂકતાં નહિં.
કશાય બાહ્ય આડંબર કે ટીપટાપ વિનાં તેમની હદય વેધક સંતવાણીનાં વહેણ
વહેંતા રહેતાં. સતત એકધારા ૮-૮ કલાક કે પુરી રાત તેમનાં ભકિતગાન પ્રેમ ઉદગારરૂપી ગંગામાં
સ્નાનપાન કરનારા ભાવિકો પણ સમયનું ભાન સુધ્ધાં ભૂલી જતાં હતાં અને હજારોની
સંખ્યામાં માનવમેદની જામેલી હોવા છતાં ટાંકણી પડે તોયે અવાજ થાય તેવી બે-નમૂન
છબીવત શાંતિ પ્રવતી રહેતી. એજ તેમનં જ્ઞાન અને વાણીની ખેંચાણની મધુરતાં અને પ્રેમ
હતોં.
No comments:
Post a Comment